ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્રસૌભાગ્ય ઉપાધ્યાય-૧
Revision as of 06:01, 31 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇન્દ્રસૌભાગ્ય (ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત...")
ઇન્દ્રસૌભાગ્ય (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં સત્યસૌભાગ્યના શિષ્ય. ઈ.૧૬૯૧ સુધી હયાત માહિતી મળે છે. ગદ્યમાં ‘ધૂર્તાખ્યાન-પ્રબંધ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૬), ૫૮ કડીના ‘જીવવિચારપ્રકરણ-સ્તવન’, ‘નેમિજિનફાગ-વસંતગર્ભિત-સઝાય’ તથા ૩૨ કડીના ‘રાજસાગરસૂરિ-નિર્વાણ’ના કર્તા. આ કર્તાએ રાજસાગરસૂરિ-(જ. ઈ.૧૫૮૧ - અવ. ઈ.૧૬૬૫)ના રાજ્યમાં સંસ્કૃતમાં ‘મહાવીર-વિજ્ઞપ્તિ-ષટ્ત્રિંશિકા’ની રચના કરી છે. સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચિ.ત્રિ.]