ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋદ્ધિચંદ્ર
Revision as of 11:02, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ઋદ્ધિચંદ્ર : આ નામે ‘આદિનાથ-સ્તુતિ’ અને ૬ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિચંદ્ર-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]