ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભસાગર-૨

From Ekatra Wiki
Revision as of 11:09, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઋષભસાગર-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. જશવંતસાગરની પરંપરામાં વિનોદસાગરના શિષ્ય. ૪ ઉલ્લાસ અને ૩૫ ઢાળના ‘વિદ્યાવિલાસ/વિનયચટ-ચોપાઇ/રાસ’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ભાદરવા સુદ ૧૫, બુધવાર) તથા ૨૧ ઢાળના સુરતના પ્રેમચંદ શેઠે કાઢેલા સંઘની શત્રુંજય તીર્થયાત્રાને વર્ણવતા ‘પ્રેમચંદસંઘવર્ણન/શત્રુંજય/સિદ્ધાચલ-રાસ’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, જેઠ વદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, સં. ૧૯૯૬. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]