ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કચરો
Revision as of 13:29, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કચરો [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયા(કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની ‘અધિકમાસ-ચોપાઈ’ તથા તેના પરના સ્તબક (૨. ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]