ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મણ-મંત્રી
Revision as of 07:08, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કર્મણ(મંત્રી)'''</span> [ઈ.૧૪૭૦માં હયાત] : આ કવિનું...")
કર્મણ(મંત્રી) [ઈ.૧૪૭૦માં હયાત] : આ કવિનું મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલ સવૈયાની દેશી તથા દુહાની ૪૯૫ કડીમાં રચાયેલ ‘સીતાહરણ /રામકથા/રામાયણ’ (ર.ઈ.૧૪૭૦; મુ.) સીતાહરણના પ્રસંગને અનુષંગે સંક્ષેપમાં રામકથા પણ આલેખે છે. ગુજરાતી આખ્યાનપરંપરાના આરંભકાળની આ કૃતિ માનવભાવો તથા પ્રસંગોના લોકભોગ્ય આલેખનથી ધ્યાન ખેંચે છે. કૃતિ : પંગુકાવ્ય (+સં.). સંદર્ભ : ૧ કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ:૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાપઅહેવાલ:૫-‘મંત્રી કર્મનું ‘સીતાહરણ”, ડાહ્યાભાઈ દેરાસરી. [ર.સો.]