ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ
Revision as of 07:02, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાશીદાસ'''</span> કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ’ (લે. ઈ.૧...")
કાશીદાસ કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ’ (લે. ઈ.૧૭૨૫) નોંધાયેલ મળે છે પરંતુ વસ્તુત: નાકરના ‘ઓખાહરણ’માં ૧૩ કડીની ‘અનિરુદ્ધની ઘોડલી’ વગેરે ઓખા-અનિરુદ્ધના લગ્નપ્રસંગને વર્ણવતાં કોઈક પદો આ કવિછાપથી ઉમેરાયેલાં દેખાય છે. આ કાશીદાસ, કાશીદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. ગૂહાયાદી. [ચ.શે.]