ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ-૧
Revision as of 07:16, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિમલ-૧'''</span> [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના...")
કીર્તિવિમલ-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયવિમલની પરંપરામાં લાલજીના શિષ્ય. ૬૨ કડીની ‘બારવ્રતજોડી’ (૨.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, ફાગણ વદ ૬), ‘ગજસિંહકુમાર-રાસ’ તથા ૩૨ કડીની ‘ચતુર્વિશતિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]