ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાંતિ-કાંતિવિજય

From Ekatra Wiki
Revision as of 07:52, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાંતિ/કાંતિવિજય : આ નામથી કેટલીક જૈન રચનાઓ મળે છે તેમાંથી ૨૪ કડીનો ‘અંબિકા-છંદ’ (લે. ઈ.૧૭૪૦), ૯ કડીનો ‘ગોડીજીરો છંદ’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૫/૧૬ કડીનો ‘તાવનો છંદ’ (મુ.) એના ભાષા-પદ્યબંધની દૃષ્ટિએ તથા પુણ્ય-રાજગણિની મૂળ સંસ્કૃત કૃતિ ‘હોલિકારજ : પર્વકથા’ પરનો સ્તબક (ર.ઈ.૧૭૩૬) રચનાસમયની દૃષ્ટિએ કાંતિવિજય-૨ની રચનાઓ હોવાની શક્યતા છે. ૮ કડીનું ‘વીસ સ્થાનક સ્તવન’ (મુ.) ‘દેવગુરુ’ એવા શબ્દોને લીધે કોઈ દેવવિજયશિષ્ય કાંતિવિજયની રચના હોય કે કાંતિવિજય-૩ની રચના પણ હોય. આ ઉપરાંત ૩૧ ગ્રંથાગ્રનું ‘રાજુલ-સ્તવન’, ૩૧ કડીની ‘આદિત્યવારની વેલ’, ૪૫ ગ્રંથાગ્રની ‘છ વ્રતની સઝાયો’ (લે. ઈ.૧૭૪૧), ૨૫ કડીની ‘સતી સુભદ્રાની સઝાય’ વગેરે કેટલીક મુદ્રિત-અમુદ્રિત કૃતિઓ મળે છે તે કયા કાંતિવિજયની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જોકે, આમાંની કેટલીક કૃતિઓ કાંતિવિજય-૧ અને કાંતિવિજય-૨ને નામે મૂકવામાં આવી છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ચૈસ્તસંગ્રહ: ૧,૩; ૩. જૈકાપ્રકાશ:૧; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. જૈરસંગ્રહ; ૬. પ્રાછંદસંગ્રહ; ૭. પ્રાસપસંગ્રહ:૧; ૮. પ્રાસ્તસંગ્રહ; ૯. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦; ૧૦. સસન્મિત્ર (ઝ.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]