ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુતુબુદ્દીન
Revision as of 08:04, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કુતુબુદ્દીન [ ]: દેલમી ઉપદેશક પરંપારના સૈયદ. પીર હસનકબીરુદ્દીનના વંશજ હોવાનું મનાય છે. એમની કૃતિઓમાંથી ૭ અને ૫ કડીનાં ૨ જ્ઞાનબોધક પદો (મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૨૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૨. સૈઇશાગીસંગ્રહ : ૪.[પ્યા.કે.]