ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવદાસ-કેસોદાસ

From Ekatra Wiki
Revision as of 11:16, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશવદાસ/કેસોદાસ'''</span> : આ નામોથી કેટલીક જૈન કૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કેશવદાસ/કેસોદાસ : આ નામોથી કેટલીક જૈન કૃતિઓ મળે છે, જેમ કે, કેસોદાસને નામે ‘સાધુવંદના’ નોંધાયેલી છે. આ કવિ કેશવદાસ-૩ હોવાનું નિશ્ચિતપણે કહેવા માટે કોઈ આધાર નથી. કેશવદાસને નામે ૩૮ કડીની ‘આંચલિકખંડન-ભાસ/હમચી-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.) નોંધાયેલ છે તે કેશવમુનિ-૧ને નામે નોંધાયેલ ‘તિથિચર્ચાની હમચી’ હોવા સંભવ છે. આ ઉપરાંત, કેશવદાસ નામે ‘બારમાસી’ (અપૂર્ણ) તથા પદ (કેટલાંક મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે તે કયા કેશવદાસ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : બૃકાદોહન:૭,૮. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનિભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.સો.; ચ.શે.]