ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમચંદ
Revision as of 07:09, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેમચંદ'''</span> [ઈ.૧૭૦૫ના અરસામાં હયાત] : તપગચ્છન...")
ખેમચંદ [ઈ.૧૭૦૫ના અરસામાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મુક્તિચંદ્રના શિષ્ય. એમના ‘ચોવીસ-જિન-સ્તવન’ (લે. ઈ.૧૭૦૫)ની હસ્તપ્રત એમના શિષ્ય મુનિ વીરચંદ્રે લખેલી છે, તેથી એમને ઈ.૧૭૦૫ના અરસામાં હયાત ગણી શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [શ્ર.ત્રિ.]