ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ-૧
Revision as of 07:14, 6 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગ-૧'''</span> [ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં] : સંભવત: શ્ર...")
ગંગ-૧ [ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં] : સંભવત: શ્રાવક. મુખ્યત્વે તીર્થંકરસ્તુતિનાં એમનાં ૧૫ ગીતો (મુ.) મળે છે તોે તેમાં ભાષાની પ્રૌઢી તથા પ્રાસની ચમત્કૃતિ ધ્યાન ખેંચે છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રાવક - કવિ ગંગકૃત ગીતો’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.સો.]