અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/લ્હેકંતા લીમડા હેઠે

From Ekatra Wiki
Revision as of 08:53, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી; સાંભરે આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.

રૂપેરી રંગમાં,
રજની ઓછંગમાં,
સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી આ છલકી’તી છાતડી;
કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી’તી વાતડી.

ચૂતી’તી ચૂંદડી
લીલી રતુંબડી.
સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે,
ને રંગ નવે ઘેરે આ ઊઘડી’તી આંખડી;
અંતરે અદબીડી નવલા પરાગે,
અનેરા કો રાગે એ ખીલી’તી પાંખડી.
સાંજરે લ્હેકંતા લીમડા હેઠે કે આંખિયું પ્હેલેરી સંભરી;
સાંભરે આ રે આંબલિયે પ્હેલેરી હૈયાની ફોરી’તી મંજરી.

(વિશેષાંજલિ, પૃ. ૧૦૫)