ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચોથમલ ઋષિ

From Ekatra Wiki
Revision as of 13:26, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચોથમલ (ઋષિ)'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચોથમલ (ઋષિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ. ૫૭ ઢાળની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક સુદ ૧૩), ‘ઢાળસાર’ (ઈ.૧૮૦૦), ૨૨ કડીની ‘રહનેમિસઝાય/રાજુલ-બાવીસી’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, શ્રાવણ સુદ ૫, મંગળવાર; મુ.), ૭ કડીની ‘આઉખાની સઝાય/આયુઅસ્થિરની સઝાય’ (મુ.), ૧૧ કડીની ‘ચાર શરણાં/માંગલિક શરણાં’ (મુ.), ૯ કડીની ‘ધર્મરુચિઅણગારની સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘બલભદ્રની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. એમની ઘણી કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વર્તાય છે. કૃતિ : ૧. આકામહોદધિ:૫; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા (શા.):૨; ૪. જૈસસંગ્રહ (જૈ.), ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. જૈગૂકવિઓ:૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.]