ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાગર-૩
Revision as of 12:36, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસાગર-૩'''</span> [ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સ...")
જયસાગર-૩ [ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ન્યાયરસાગરના શિષ્ય. ૫૫ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, અસાડ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : ‘જૈનયુગ’, અષાઢ-શ્રાવણ, ૧૯૮૫, ‘તીર્થમાળાસ્તવન’, સં. ચતુરવિજયજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]