ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનપ્રભ-સૂરિ શિષ્ય-૧

From Ekatra Wiki
Revision as of 11:38, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જિનપ્રભ(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન. લઘુખરતરગચ્છના જિનસિંહસૂરિશિષ્ય જિન પ્રભસૂરિના શિષ્ય. જિનપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૮૫-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ)માં રચાયેલાં એમની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.[કી.જો.]