ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકીર્તિ-૨
Revision as of 04:50, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનકીર્તિ-૨'''</span> [ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વ...")
જ્ઞાનકીર્તિ-૨ [ઈ.૧૬૮૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના બ્રહ્મમતના સ્થાપક વિનયદેવસૂરિની પરંપરામાં વિજયકીર્તિસૂરિના શિષ્ય. ૧૯ ઢાલના ‘ગુરુ-રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, મહા સુદ ૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]