ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનભૂષણ-૧
Revision as of 04:54, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનભૂષણ-૧'''</span> [ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન...")
જ્ઞાનભૂષણ-૧ [ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. એકાંતર સંસ્કૃત શ્લોકો ધરાવતા ૫૦૧ કડીના ‘આદીશ્વર-ફાગ’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્યો’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]