ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસીદાસ-૨-તુલસીદાસસુત
Revision as of 06:47, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તુલસીદાસ-૨/તુલસીદાસસુત'''</span> [ઈ.૧૮૦૧માં હયાત] ...")
તુલસીદાસ-૨/તુલસીદાસસુત [ઈ.૧૮૦૧માં હયાત] : ‘સીતા-સ્વયંવર’ તથા રામવિવાહની વિધિનું વર્ણન કરતી ૧૭ કડવાં/ધોળની ‘જાનકીવિવાહ/રામચંદ્રવિવાહ/સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, વૈશાખ-, મંગળવાર; મુ.)ના કર્તા. કેટલાંક કડવાંને અંતે ‘તુલસીદાસના સ્વામી’ એવી નામછાપ ધરાવતી આ કૃતિની ૧ હસ્તપ્રત તથા ૧ મુદ્રિત વાચના અંતે ‘તુલસીદાસસુત’ એવી છાપ પણ ધરાવે છે. કૃતિ : ૧. સીતાસ્વયંવર, સં. ત્રિભુવનદાસ અ. મહેતા (ઈ.૧૯૦૧); ૨. નકાદોહન (માત્ર ૮ કડવાં). સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી.[ચ.શે.]