ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાન

From Ekatra Wiki
Revision as of 07:38, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાન'''</span> : આ નામે ૧ હિંદી હોરી (મુ.) તથા ૪ કડીનું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દાન : આ નામે ૧ હિંદી હોરી (મુ.) તથા ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતી ભાષાનું શીલમહિમાનું સ્તવન(મુ.), દાનકવિને નામે નાગાર્જુનકૃત ‘યોગરત્નાવલી’ પર આધારિત, ૧૫૩ કડીની ‘પ્રાકૃતતંત્રસાર-ચોપાઈ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૫ કડીની ‘જીવપ્રેમ-સંવાદ’ તેમ જ દાનમુનિને નામે ૮ કડીની ‘કર્મસઝાય’ (મુ.) ને ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દાન - છે તે નક્કી થઈ શકે તેમ નથી. ‘નેમરાજુલબારમાસ’ ઋતુપરિવેશમાં માર્મિક રીતે વ્યક્ત થયેલા રાજિમતીના વિરહશૃંગારના મનોભાવો તથા વર્ણાનુપ્રાસ-આંતરપ્રાસથી મનોરમ બનેલી અભિવ્યક્તિને કારણે ધ્યાન ખેંચે છે. કેટલાંક સંદર્ભોમાં તેજવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે નોંધાયેલ ‘મૌન એકાદશીના દેવવંદન’ (મુ.) માત્ર ‘દાન’ નામછાપ ધરાવે છે. આ કૃતિ વિજયરાજસૂરિશિષ્ય દાનવિજયની હોય એવી શક્યતા છે. ‘વાચક દાન’ એવી નામછાપથી મળતું ‘(ઘોઘામંડન) પાર્શ્વજિન-સ્તવન’ પણ એમની જ કૃતિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ચૈસ્ત સંગ્રહ : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. સજઝાયમાલા(પં.). સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]