ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩

From Ekatra Wiki
Revision as of 12:31, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ વિજ્યરાજસૂરિના શિષ્ય. આ કવિએ ૨૭ ઢાળની ‘લલિતાંગ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, માગશર વદ ૧૦, રવિવાર), ‘પંચકલ્યાણગર્ભિત-ચોવીસ જિનસ્તુતિ-ચતુષ્ક’ (૫ ચતુષ્ક મુ.), અન્ય ઢાળબદ્ધ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ‘ચૈત્રી પૂનમના દેવવંદન’ (મુ.), ૧૫ કડીની ‘અષ્ટાપદ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ‘કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬), ૩૨ કડીની ‘જિન-સ્તુતિ’, ૧૭ કડીની ‘ગજસુકુમાલ-સઝાય (મુ.), ૫ કડીની ‘ગુરુ-ગીત’ તથા ૨૩ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬; મુ.) એ કૃતિઓ રચેલી છે. છેલ્લી કૃતિ મુદ્રિત પાઠમાં ગુરુનામ વિજ્યસેનસૂરિ બતાવે છે તે ભૂલ છે. આ કવિએ સંસ્કૃતમાં કલ્પસૂત્ર પર ‘દાન-દીપિકા’ નામની ટીકા (ર.ઈ.૧૬૯૪) અને ‘શબ્દભૂષણ’ નામે પદ્યબદ્ધ વ્યાકરણ (ર.ઈ.૧૭૧૪ આસાપસ) રચેલ છે. ઉપરાંત જુઓ દાન-તથા દાનવિજ્ય-૨. કૃતિ : ૧. ચેસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોેહ : ૨; ૩. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૪. દેસ્તસંગ્રહ; ૫. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]