દેવો-૧ [ ] : “અનંતદાસ દેવો ભણે” એ પંક્તિને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શક્યતા ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ મહેતાનું મામેરું’ આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર બતાવે છે. કાવ્યની અભિવ્યક્તિની શૈલી લોકસાહિત્યની છે.