ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૫

From Ekatra Wiki
Revision as of 07:23, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ-૫'''</span> [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધર્મદાસ-૫ [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ ધર્મદાસશિષ્ય મૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનામનો નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના પ્રગુરુનો જ હોય એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપસ્થાનકની સઝાય’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦; ભાદરવા વદ ૧૦, બુધવાર) રચેલી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]