ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથમલજી
નથમલજી [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જશરાજજીના શિષ્ય. ૩૮ કડીની ‘ચંદનબાળાની સઝાય’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ વદ ૧; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી ઈ.૧૯૮૨ (સાતમી આ.)