ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરવેદસાગર-નારણદાસ

From Ekatra Wiki
Revision as of 06:29, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરવેદસાગર/નારણદાસ'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નરવેદસાગર/નારણદાસ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે. કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). [કા.શા.]