ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂંજા બાવા-૨

From Ekatra Wiki
Revision as of 12:01, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૂંજા (બાવા)-૨'''</span> [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પૂંજા (બાવા)-૨ [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કછિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા. વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં તેમનાં ૩૯ ભજનો(મુ.) મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯. સંદર્ભ : નુરેરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪.[ર.ર.દ.]