ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમદાસ
Revision as of 06:01, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમદાસ'''</span> : આ નામે રામાયણના કથાવસ્તુ પર આધારિત ૫ પદ (મુ.); ‘યજ્ઞ’, ‘માળા’, ‘ઉપવિત’, ‘ગયત્રી’ જેવાં શીર્ષકો હેઠળ રચાયેલાં જ્ઞાનવિષયક ૪ પદ(મુ.), અન્ય કેટલાંક પદો...")
પ્રેમદાસ : આ નામે રામાયણના કથાવસ્તુ પર આધારિત ૫ પદ (મુ.); ‘યજ્ઞ’, ‘માળા’, ‘ઉપવિત’, ‘ગયત્રી’ જેવાં શીર્ષકો હેઠળ રચાયેલાં જ્ઞાનવિષયક ૪ પદ(મુ.), અન્ય કેટલાંક પદો તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં કેટલાંક પદો નોંધાયેલાં મળે છે. આ બધાં પદોના કર્તા એક જ પ્રેમદાસ છે કે જુદા જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. ત્રિભુવનદસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજન રત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, સં. ૧૯૮૧; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ; કી.જો.]