ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહરદાસ-૧

From Ekatra Wiki
Revision as of 04:56, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનોહરદાસ-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : મહાભારતના આદિપર્વનો મૂલાનુસારી સાર આપતા આ કવિના ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪)ની ૪૩ કડવાંની તૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આદિપર્વ’નાં કડવાં સાથે આ કૃતિનાં કડવાંનો સંકર કરેલી રચના મળે છે. જુઓ હરિદાસ-૩. સંદર્ભ : ૧. મહાભારત પદબંધ : ૧, કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩-પ્રસ્તાવના;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]