ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહોદયવિમલ
Revision as of 10:07, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહોદયવિમલ'''</span> [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(...")
મહોદયવિમલ [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(મુ.) તથા ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, સં. ૧૯૭૨; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [શ્ર.ત્રિ.]