અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/રાત ચાલી ગઈ!

Revision as of 06:32, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ, ખબર પણ ના પડી અમને કે ક્યાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ!

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો,
તમે જોયું અને એક ઇશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો 'તો,
હજી સાંજે તો આવી'તી, સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ `અમીન' ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

(રાત ચાલી ગઈ, ૧૯૯૩, પૃ. ૧)