ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમસિંહ-મહિમાસિંહ-મહિમાસેન-માનચંદ-માનસિંહ
Revision as of 11:43, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાસેન/માનચંદ/માનસિંહ : [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ૫૩ કડીની ‘કીર્તિધરસુકોશલપ્રબંધ’ (ર.ઈ.૧૬૧૪), ૧૪૯ કડીની ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ-સાધુસંબંધ’, ‘ઉત્તરાધ્યયન-ગીતા (૩૬, અધ્યયનનાં)’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮, રવિવાર), ‘અગડદત્તકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ‘મેતાર્યઋષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૪), ‘અર્હદાસ-પ્રબંધ’, ૧૦૭ કડીની ‘રસમંજરી’, ૫૮૦ કડીની ‘હંસરાજવચ્છરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૧૯) તથા સંસ્કૃતકૃતિ ‘મેઘદૂતવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા. [કી.જો.]