ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમામેરુ
Revision as of 11:46, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મહિમામેરુ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક સુખનિધાનના શિષ્ય. ‘નેમિરાજુલ-ફાગ’ના કર્તા. કવિ મહિમામેરુએ ઈ.૧૬૧૫માં પદ્મરાજકૃત ‘ચોવીસજિનકલ્યાણક-સ્તવન’ની પ્રત લખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓ’માં મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]