ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીઠુ-૧

From Ekatra Wiki
Revision as of 04:23, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મીઠુ-૧ [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ. ‘રામપ્રબંધ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧ - ‘વૈષ્ણવ-ગીત’, સં. મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ડિકેટલૉગભાવિ.[ર.સો.]