ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનજી-૧

From Ekatra Wiki
Revision as of 04:44, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતનજી-૧'''</span> [ઈ.૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બાગલાણના રહીશ. પિતાનામ ભાનુ કે હરિદાસ. ‘અશ્વમેધપર્વ’ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રતનજી-૧ [ઈ.૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બાગલાણના રહીશ. પિતાનામ ભાનુ કે હરિદાસ. ‘અશ્વમેધપર્વ’ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘વિભ્રંશી રાજાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩, શ્રાવણ વદ ૮; મુ.)ના કર્તા. એમને નામે ‘દ્રૌપદીચીરહરણ’ કૃતિ નોંધાઈ છે પરંતુ તેની કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]