ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનબાઈ-૩

From Ekatra Wiki
Revision as of 04:45, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતનબાઈ-૩'''</span> [ઈ.૧૮મી સદી] : મુસ્લિમ સ્ત્રીકવિ. જ્ઞાતિએ વોરા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરનાં વતની. હરજરત શાહ કાયમુદ્દીનનાં શિષ્યા. જ્ઞાન અને ભક્તિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રતનબાઈ-૩ [ઈ.૧૮મી સદી] : મુસ્લિમ સ્ત્રીકવિ. જ્ઞાતિએ વોરા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરનાં વતની. હરજરત શાહ કાયમુદ્દીનનાં શિષ્યા. જ્ઞાન અને ભક્તિની મધ્યકાલીન પદકવિતાના સંસ્કાર ઝીલી કલામ, ગરબી, ભજન શીર્ષકો હેઠળ એમણે જ્ઞાન-વૈરાગ્ય ને ભક્તિનાં પદો(મુ.) રચ્યાં છે. કાયમુદ્દીનને વિષય બનાવી રચાયેલાં પદો પર પ્રેમલક્ષણા ભક્તિની કવિતાની ઘેરી અસર છે. એમની ભાષા અરબી-ફારસી શબ્દોના ભારવાળી છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસામધ્ય. [ચ.શે.]