ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નદાસ

From Ekatra Wiki
Revision as of 06:00, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નદાસ'''</span> [ઈ.૧૬૪૮માં હયાત] : નટપદ્ર કે નટવડના બ્રાહ્મણ કવિ. ઢાળ અને ઊથલાવાળાં તથા વિવિધ દેશીઓનાં બનેલાં ૩૦ કડવાનું ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, કાર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રત્નદાસ [ઈ.૧૬૪૮માં હયાત] : નટપદ્ર કે નટવડના બ્રાહ્મણ કવિ. ઢાળ અને ઊથલાવાળાં તથા વિવિધ દેશીઓનાં બનેલાં ૩૦ કડવાનું ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, કાર્તક સુદ ૪, ગુરુવાર; મુ.) એમણે રચ્યું છે. આ આખ્યાન પર નાકરના ‘હરિશ્ચંદ્રાખ્યાન’ની અસર છે. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એવી પ્રચલિત થયેલી માન્યતાને કોઈ આધાર નથી. કૃતિ : ૧. ગૂર્જરકવિ રત્નદાસકૃત હરિશ્ચંદ્ર આખ્યાન, પ્ર. સુવિચારદર્શક મંડલિ, ઈ. ૧૮૯૧; ૨. હરિશ્ચન્દ્રાખ્યાન, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ.૧૯૨૭ (+સં.). સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૩-‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, કે.કા.શાસ્ત્રી.[ચ.શે.]