અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આવડ્યું એનો અરથ (વનવાસીનું ગીત: ૪)
Revision as of 09:22, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ, સાત પાતાળનાં ભોંયરાં ભ...")
કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ,
સાત પાતાળનાં ભોંયરાં ભેદીને આવતી નાગણ
રાગનું એનેય દરદ… કાંચળી.
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી
ઊપને મધુર વૅણ,
નૅણ-લુભામણ રૂપની રે તંઈ
ડોલતી રમે ફેણ;
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ… કાંચળી.
ઊજળો દ્હાડો હોય કાળો અંધાર
ચારેગમ મોતની ડણક,
આપણોયે ટંકાર બોલે ઈમ
રાખીએ તાણી તીરની પણછ;
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ… કાંચળી.
(સંકલિત કવિતા, પૃ. ૩૦૯-૩૧૦)