ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર સૂરિ-૧

From Ekatra Wiki
Revision as of 09:29, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નસુંદર(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. સૌભાગ્યરત્નસૂરિની પરંપરામાં ગુણમેરુસૂરિના શિષ્ય. ૧૮૫૧ ગ્રંથાગ્રની ચોપાઈબદ્ધ ‘સપ્તવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રત્નસુંદર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. સૌભાગ્યરત્નસૂરિની પરંપરામાં ગુણમેરુસૂરિના શિષ્ય. ૧૮૫૧ ગ્રંથાગ્રની ચોપાઈબદ્ધ ‘સપ્તવ્યસનકથા ચુપાઈબંધ-રાસ’ (ર.ઈ.૧૫૫૮/સં.૧૬૪૧, પોષ સુદ ૫, રવિવાર), વિષ્ણુશર્માના મૂળ સંસ્કૃત ગ્રંથ પર આધારિત ૨૭૦૦ કડીની ‘કથાકલ્લોલ-ચોપાઈ/પંચકારણ/પંચાખ્યાન-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, આસો સુદ ૫, રવિવાર), ‘રત્નાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, શ્રાવણ વદ ૨, રવિવાર) તથા ‘રસમંજરી/શુકબહુતરીકથા-ચોપાઈ’(ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા; ૭. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૭૯ (બીજી આ.); ૮. મરાસસાહિત્ય;  ૯. જૈનયુગ, પોષ ૧૯૮૪-‘શુકસપ્તતિ અને શુકબહોત્તરી (સુડીબહોત્તરી)’, મોહનલાલ દ. દેશાઈ;  ૧૦. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૧. ફૉહનામાવલિ. ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]