ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસાગર વાચક-૩
Revision as of 09:58, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજસાગર(વાચક)-૩'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પંરપરામાં સૌભાગ્ય સાગરસૂરિના શિષ્ય. ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-...")
રાજસાગર(વાચક)-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પંરપરામાં સૌભાગ્ય સાગરસૂરિના શિષ્ય. ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, પોષ વદ ૭, ગુરુવાર) તથા ૫૦૫ કડીના ‘રામસીતા-રાસ/લવકુશ-આખ્યાન/રાસ/શીલ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૭૨, જેઠ સુદ ૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]