ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજારામ
Revision as of 10:02, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજારામ'''</span> : આ નામે રામાયણનો સંક્ષેપમાં સાર આપતી ૯/૧૦ પદની ‘રામકથા/રામચંદરજીનાં કડવાં’ (૯મુ.), કૃષ્ણલીલાનાં ત્રણથી ૧૭ કડીનાં ૧૭ પદ(મુ.), આઠવાર, ગરબી, ‘નાગદમન’ (લ...")
રાજારામ : આ નામે રામાયણનો સંક્ષેપમાં સાર આપતી ૯/૧૦ પદની ‘રામકથા/રામચંદરજીનાં કડવાં’ (૯મુ.), કૃષ્ણલીલાનાં ત્રણથી ૧૭ કડીનાં ૧૭ પદ(મુ.), આઠવાર, ગરબી, ‘નાગદમન’ (લે.ઈ.૧૮૫૯), ‘કૃષ્ણચરિત્ર’ તથા જ્યોતિષવિષયક પદો-એ કૃતિઓ નોંધાઈ છે. આ બધી કૃતિઓના કર્તા કયા રાજારામ છે તે નિશ્ચિત થતું નથી. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ ‘શ્રીકૃષ્ણ-ચરિત્ર’ તથા ‘બૃહત્ કાવ્યદોહન’માં મુદ્રિત પદોના કર્તાને સંવત ૧૮મી સદીમાં મૂકે છે અને પિતાનામ રણછોડ હોવાનું અનુમાન કરે છે. ‘શ્રીકૃષ્ણ-ચરિત્ર’માં કૃષ્ણલીલાનાં પદો હોય એ સંભવિત છે. કૃતિ : ૧. નકાદોહન : ૩; ૨. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]