ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસિંહ સૂરિ શિષ્ય
રત્નસિંહ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ૧૭ કડીની ‘આગમગચ્છ પટ્ટાવલી’(મુ.), ૧૧૨ કડીનો ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૪૬૦/સં. ૧૫૧૬, બીજો શ્રાવણ-૧૧, સોમવાર), ૧૦ કડીનું ‘(મગૂડીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૬૦), મણિચૂડશેઠના પુત્ર રત્નચૂડની કથા દ્વારા દાનનો મહિમા સમજાવતો અવાંતર કથાઓવાળો, ૩૪૧/૪૨૫ કડીનો ‘ કડીનો ‘રત્નચૂડમણિચૂડ-રાસ’ (ર.ઈ.૧૪૫૩/સં. ૧૫૦૯, ભાદરવા વદ ૨, ગુરુવાર; મુ.), ૨૫૭ કડીનો ‘સુદર્શનશ્રેષ્ઠિ શીલપ્રબંધ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, જેઠ સુદ ૪, ગુરુવાર) ૩૪ કડીનું ‘સમોસરણ વર્ણન’ (*મુ.), ૬૪ કડીની ‘(રાધિકા) કૃષ્ણબારમાસા, ‘ગિરનારતીર્થમાલા’(મુ.), ‘દ્વાદશવ્રતનિયમ-સાર’ તથા પ્રાકૃતમાં ૮૧ કડીની ‘ઉપદેશમાલા કથાનક-છપ્પય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. રત્નચૂડરાસ, હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૭૭; ૨. પસમુચ્ચય; ૩. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૪. પ્રાતીસંગ્રહ : ૧; ૫. ગુજરાતી, દીપોત્સવી અંક, ૨૦૦૪-‘રત્નસિંહસૂરિકૃત સમોસરણ વર્ણન’-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]