ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપસુંદર

From Ekatra Wiki
Revision as of 06:51, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપસુંદર'''</span> [ઈ.૧૬૨૧માં હયાત] : પૂર્ણામાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રની પરંપરામાં લક્ષ્મીચંદ્રના શિષ્ય રંગસુંદર(વાચક)ના શિષ્ય. ૩૨૫ કડીના ‘દીપશિખ-રાસ’ (ર.ઈ.૧૬૨૧)ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રૂપસુંદર [ઈ.૧૬૨૧માં હયાત] : પૂર્ણામાગચ્છના જૈન સાધુ. વિમલચંદ્રની પરંપરામાં લક્ષ્મીચંદ્રના શિષ્ય રંગસુંદર(વાચક)ના શિષ્ય. ૩૨૫ કડીના ‘દીપશિખ-રાસ’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]