ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપાંબાઈ
Revision as of 06:52, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપાંબાઈ'''</span> [સં. ૧૮મી સદી] : વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીનાં શિષ્યા. પ્રાંતિજનાં વતની. તેમણે વિવાહ ઉત્સવનાં પદ અને શોભન(...")
રૂપાંબાઈ [સં. ૧૮મી સદી] : વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીનાં શિષ્યા. પ્રાંતિજનાં વતની. તેમણે વિવાહ ઉત્સવનાં પદ અને શોભન(મુ.), કેટલાંક ધોળ (૫ મુ.), ‘ગોકુળનાથજીનો વિવાહ-ખેલ’, ૨ ગુજરાતી અષ્ટપદીની રચના કરી છે. ૧૩૪ પ્રસંગોના ‘નિત્યચરિત્ર’ની પણ તેમણે રચના કરી હોવાનું કહેવાય છે. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, સં. ૨૦૨૨ (બીજી આ.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [કી.જો.]