ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરત્ન-૨
Revision as of 09:57, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીરત્ન-૨'''</span> [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. હીરરત્નના શિષ્ય. ૬ ઢાળ ને ૧૩૫/૧૪૦ કડીની દુહા-ચોપાઈની, દુષ્કળના વર્ષમાં હડાળાના વતની ખેમા દેદરાણીએ ૧ વર્ષનું અન્નદ...")
લક્ષ્મીરત્ન-૨ [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. હીરરત્નના શિષ્ય. ૬ ઢાળ ને ૧૩૫/૧૪૦ કડીની દુહા-ચોપાઈની, દુષ્કળના વર્ષમાં હડાળાના વતની ખેમા દેદરાણીએ ૧ વર્ષનું અન્નદાન કરી પોતાની દાનશીલતા અને ઉદારતા દાખવીને ચાંપાનેરના નગરશેઠ ચાંપશી મહેતાનું બિરુદ અક્ષત રાખી તેમ જ નગરશેઠના પ્રશસ્તિકાર ભાટનો ટેક જાળવી મહમદ બેગડાને કેવો રાજી કરેલો એનું કથાનક રજૂ કરતી ‘ખેમા હડાળિયાનો રાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૧, માગશર સુદ ૧૫; મુ.) કૃતિના કર્તા. કૃતિ : ઐરાસંગ્રહ : ૧(+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. જૈગૂકવિઓ : ૨. [કા.શા.]