ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાક્ષ્મીરત્ન-૩

From Ekatra Wiki
Revision as of 09:57, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાક્ષ્મીરત્ન-૩'''</span> [ઈ.૧૬૯૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ભાવપ્રભસૂરિની પરંપરામાં મહિમાપ્રભસૂરિના શિષ્ય. એમનું અપરનામ ભાવરત્ન હોવાનું નોધાયું છે, પરંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાક્ષ્મીરત્ન-૩ [ઈ.૧૬૯૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ભાવપ્રભસૂરિની પરંપરામાં મહિમાપ્રભસૂરિના શિષ્ય. એમનું અપરનામ ભાવરત્ન હોવાનું નોધાયું છે, પરંતુ એ આધારભૂત લાગતું નથી આ કવિએ ૧૩ કડીની ‘ગુરુકલ્પ-ભાસ’, ૫ કડીની ‘ગહૂંલી-ભાસ’, ૩/૭ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત/રાસ’, ૭ કડીની ‘મહિમાપ્રભસૂરિશ્વર-ભાસ’ આદિ રચનાઓ કરવા ઉપરાંત જુદા જુદા તીર્થકરોનાં સ્તવનોની રચના કરી છે, તેમાંના ૧ ‘સુમતિજિન-સ્તવન’માં રચના વર્ષ ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, કારતક સુદ ૭ મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]