અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /ફૂલડાંની ફોરમને કેમ રે...?

Revision as of 10:41, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય? {{space}}એ તો વાયરાની આંખે ઊડી જાય રે! વીજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય?
         એ તો વાયરાની આંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય?
         એ તો આભ કેરા હૈયે વેરાય રે!
નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
         ઊંડા સમદર શેણેથી મપાય રે?
નીરના પિયાસી તરસ્યા કંઠ કેવી લાય,
         ટોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે!

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
                  ચાકળા ને ચંદરવા બંધાય રે!
આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
         મનસૂબા કેમ પૂરા થાય રે!

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
         ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે?
દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
         તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે?