અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સમદર
Revision as of 12:15, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સમદર સભર સભર લહરાય! {{space}}બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય...")
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
(પરિક્રમા, પૃ. ૧૨)