ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભકુશલ

From Ekatra Wiki
Revision as of 08:38, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભકુશલ'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વલ્લભકુશલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી વર્ણનાત્મક ઐતિહાસિક ‘હેમચન્દ્રગણિ-રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૩, માગશર સુદ ૨, મંગળવાર; મુ.) કૃતિના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]