ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લવ-વહલવ-વહાલો
Revision as of 08:40, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લવ/વહલવ/વહાલો'''</span> : વલ્લવને નામે કૃષ્ણભક્તિની ૪ ગરબીઓ (મુ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનવૈરાગ્યનું ૧ પદ(મુ.) ને ‘ધોળસંગ્રહ’ મળે છે. વહલવ-વ...")
વલ્લવ/વહલવ/વહાલો : વલ્લવને નામે કૃષ્ણભક્તિની ૪ ગરબીઓ (મુ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનવૈરાગ્યનું ૧ પદ(મુ.) ને ‘ધોળસંગ્રહ’ મળે છે. વહલવ-વલ્લવને નામે ‘રાધાવિરહ’ તથા વહાલોને નામે ‘બારમાસ’, ‘પંદરતિથિ’ ને પદો મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી : એક અધ્યયન, બહેચરભાઈ પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગૂહાયાદી.[ર.સો.]