ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તિગ

From Ekatra Wiki
Revision as of 08:44, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસ્તિગ'''</span> [ઈ.૧૩૧૨માં હયાત] : જૈન સાધુ. રત્નપ્રભસૂરિના શિષ્ય. આ કર્તાનું નામ વસ્તુપાલ પણ મળે છે. ‘વીસ વિહરમાન-રાસ/સ્તવન (ર.ઈ.૧૩૧૨/સં. ૧૩૬૮, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૯...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વસ્તિગ [ઈ.૧૩૧૨માં હયાત] : જૈન સાધુ. રત્નપ્રભસૂરિના શિષ્ય. આ કર્તાનું નામ વસ્તુપાલ પણ મળે છે. ‘વીસ વિહરમાન-રાસ/સ્તવન (ર.ઈ.૧૩૧૨/સં. ૧૩૬૮, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૯૫/૯૭ કડીના ધાર્મિક કાવ્ય ‘ચતુર્ગતિ-ચોપાઈ/ચિંહુગતિવેલ-ચોપાઈ’ (અંશત: મુ.) તથા ‘સુદર્શન-ચોપાઈ’ એ કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧. આકવિઓ : ૧; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. નયુકવિઓ;  ૪. જૈનયુગ, અષાડ-શ્રાવણ ૧૯૮૬-‘વીશવિહરમાન-જિનરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૫. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘ચિંહુગતિવેલચોપાઈ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]